HomeGujaratવાંકાનેરમાં નજીવી બાબતે દંપતી સહિત 6 શખ્સોએ મહિલા પર હુમલો કર્યો

વાંકાનેરમાં નજીવી બાબતે દંપતી સહિત 6 શખ્સોએ મહિલા પર હુમલો કર્યો

વાંકાનેરના જેતપરડા રોડ પર આવેલી સ્નોબ સેનેટરી વેર ફેક્ટરીની લેબર ઓરડીમાં રહેતી અને મજૂરી કામ કરતી જોશનાબેન ભીખાભાઈ ચાવડાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે આરોપી મનીષાબેન રાહુલભાઈ, રાહુલભાઈ, રોહિતભાઈ કોળી, ગોપાલભાઈ કોળી, સાગરભાઈ કોળી અને દિનેશભાઈ કોળી સામે ફરિયાદ નોધાવી હતી.

ફરિયાદ મુજબ, તેમણે આરોપી મનીષાબેન અને રાહુલભાઈને તેમના બાળકોને રૂમની સામે સંડાસ-બાથરૂમ ન કરવા માટે સમજાવ્યું હતું. આ વાત આરોપીઓને ન ગમતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી તેમજ તેમના સાથી સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી. ઉપરાંત શરીરે મુંઢમાર મારી ઈજા પહોંચાડ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW