વાંકાનેર શહેરના પરશુરામ પોટરી નજીક રહેતા મનજીભાઈ છનાભાઈ સોલંકીએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપી નિલેશભાઈ, સાહિલભાઈ અને દિવ્યેશભાઈ મુકેશભાઈ ગગુડીયા વચ્ચે અંદરોઅંદર ઝઘડો ચાલી રહ્યો હતો, જેને લઈને મનજીભાઈને શંકા થઈ કે તેમનો પૌત્ર દિલીપ દિલીપ માથાકુટ થાય છે, ત્યા જોવા ગયો હશે.
આ કારણે મનજીભાઈ પોતાના પૌત્રને બોલાવવા ત્યાં પહોંચ્યા હતા. ત્યારે આરોપીઓએ તેમને અયોગ્ય શબ્દોમાં ગાળો આપી અને અચાનક ધક્કો મારી જમીન પર પાડી દીધા. આ ઘટનામાં મનજીભાઈને છાતીના ભાગે ઇજા પહોંચી હતી. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

