મોરબીમાં 85 વર્ષના એક વયોવૃદ્ધ દર્દીને ગંભીર બેભાન સ્થિતિમાં તા.24 માર્ચ, 2026ના રોજ આયુષ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ડો. સત્યજીતસિંહ જાડેજાએ નોંધ્યું કે, દર્દીને 4-5વખત લોહીની ઉલ્ટી થઈ હતી. સ્થિતિ અત્યંત ગંભીર હોવાને કારણે તાત્કાલિક જરૂરી ઓપરેશન તે જ દિવસે કરવામાં આવ્યું.
વધુ તપાસમાં જાણવા મળ્યું કે દર્દીના હૃદયની મુખ્ય બે નસોમાં બ્લોકેજ હતું, મગજમાં રક્તસ્રાવ થયો હતો, તેમજ લિવર અને કિડની પર પણ ગંભીર અસર થઈ હતી. દર્દીનું બ્લડ પ્રેશર અને ઓક્સિજન લેવલ બંને ખૂબ જ ઓછા હતા, જે તેમની સ્થિતિને અત્યંત નાજુક બનાવતા હતા.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દર્દીને તરત જ ડો. સત્યજીતસિંહ જાડેજાની દેખરેખ હેઠળ આયુષ હોસ્પિટલના આઈ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા. યોગ્ય સમય પર થયેલ નિદાન અને સચોટ સારવારના કારણે દર્દીની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થવા લાગ્યો.
અંતે, જીવન માટેની કઠિન લડાઈ બાદ દર્દી સંપૂર્ણપણે સુધરી ગયા અને માત્ર એક અઠવાડિયામાં પોતાના પગે ચાલી હોસ્પિટલમાંથી રજા મેળવી. દર્દી અને તેમના પરિવારજનો દ્વારા આયુષ હોસ્પિટલ તથા ડો. સત્યજીતસિંહ જાડેજાનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે યોગ્ય સારવાર અને સમર્પણથી જીવ બચાવી શકાય છે.

