મોરબી શહેર માં આરોપી ને કસુરવાન ઠેરવી ને રૂ.20,00,000/- ની ડબલ રકમ ચેક રૂ.40,00,000/- નો દંડ ફરમાવવામાં આવેલ અને દંડ માંથી ફરિયાદી ને વાર્ષિક 9 ટકા વ્યાજ સહિત ચૂકવવા તથા 1 વર્ષ ની સાદી કેદની સજા નો હુકમ કર્યો હતો
મોરબી ના રવાપર ઘુનડા રોડ પર મોરબી ના રામસેવક એપાર્ટમેન્ટના રહેવાસી ઉમેશકુમાર છગનભાઈ બોપલીયાએ, જીગરભાઈ સુરેશભાઈ બોપલીયા પાસેથી અંગત ઉપયોગ માટે રૂ 20,00,000/- સંબંધ ના દાવે લીધેલ હતા આ રકમ પરત આપવા માટે ઉમેશકુમાર છગનભાઈ બોપલીયા એ રૂ 20,00,000/- નો ચેક આપેલ હતો જે વણ ચૂકવ્યે પરત થતાં જીગરભાઈ સુરેશભાઈ બોપલીયા એ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ 138 અન્વયે મોરબીના મહે. ચોથા એડી ચીફ જયુડિ. મેજી. ફર્સ્ટ ક્લાસ જજ સાહેબ ની કોર્ટમાં જાણીતા વકીલ ધવલકુમાર ડી. શેરસીયા મારફતે કેસ કરેલ જે કેસ ચાલી જતાં મોરબી ના ચોથા એડી ચીફ જયુડિ. મેજી. ફર્સ્ટ ક્લાસ જજ સાહેબએ આરોપી ને 1 વર્ષ ની સાદી કેદ ની સજા અને ચેક ની રકમ રૂ.20,00,000/- ની ડબલ રકમ રૂ.40,00,000/- નો દંડ ફરમાવવામાં આવેલ અને દંડ માંથી ફરિયાદી ને વાર્ષિક 9 ટકા વ્યાજ સહિત ચૂકવવા તથા 1 વર્ષ ની સાદી કેદની સજા નો હુકમ કરેલ કરવામાં આવેલ અને દંડ ચૂકવવા માં કસુર થયેથી 90 (નેવું) દિવસની કેદ ની સજા નો ચુકાદો આપેલ છે જે કેસ માં ફરિયાદી તરફે મોરબી ના જાણીતા વકીલ ધવલકુમાર ડી. શેરસીયા રોકાયેલ હતા.

