HomeGujaratમજૂરી માટે ઉભેલા યુવકો પર બે શખ્સોનો છરી વડે જીવલેણ હુમલો

મજૂરી માટે ઉભેલા યુવકો પર બે શખ્સોનો છરી વડે જીવલેણ હુમલો

મોરબી શહેરના વિસીપરા વિસ્તારમાં વહેલી સવારે મજૂરી કામ માટે એકઠા થયેલા યુવકો અને મોટરસાઈકલ પર આવેલા શખ્સો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ લોહિયાળ અટકચાળો થયો છે. સામાન્ય વાતમાં ઉશ્કેરાયેલા બે શખ્સોએ યુવક અને તેના મિત્ર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે.

મોરબી શહેરના વિસીપરા પંચની માતાવાળી શેરીમાં રહેતા પિન્ટુભાઈ ભરતભાઈ ઘાટોલીયા (ઉં.વ.28) અને તેમના મિત્ર વહેલી સવારે વિસીપરા મેઈન રોડ પર આવેલી ડીલક્ષ પાનની દુકાન પાસે મજૂરી કામ મેળવવા માટે ઊભા હતા. આ દરમિયાન મોટર સાઈકલ પર સવાર થઈને આવેલા વસીમ યુનુસ ભાઈ સેડાત અને જાવેદ ઇકબાલ ભાઈ મોવર નામના બે શખ્સોએ ત્યાં ઊભા રહેવાનું કારણ પૂછ્યું હતું.

પિન્ટુભાઈએ ‘અમે મજૂરી કામ માટે ઊભા છીએ’ તેમ કહેતા જ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને બિભત્સ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા મામલો બિચક્યો હતો. બંને આરોપીઓએ પિન્ટુભાઈ અને તેમના સાહેદને ઢીકાપાટુનો માર માર્યો હતો. દરમિયાન આરોપી જાવેદે પોતાના પેન્ટના નેફામાંથી તીક્ષ્ણ હથિયાર (છરી) કાઢી પિન્ટુભાઈને વાંસાના ભાગે અને સાહેદને ખભાના ભાગે ઘા ઝીંકી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હતી.

આ ઘટના અંગે મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 118(2), 115(1), 351(2), 352, 54 તેમજ જીપી એક્ટ 135 (જાહેરનામાનો ભંગ) મુજબ ગુનો દાખલ કર્યો છે. મોરબી સીટી બી-ડિવિઝનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.આર. સિંધવ આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW