રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ના છાત્રો માટે ગુજ કેટ ની પરીક્ષા યોજવામાં આવે છે. આજે પણ મોરબી જિલ્લાના વિવિધ 10 જેટલા પરીક્ષા કેન્દ્રમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.બે સેશનમાં લેવાયેલ પરીક્ષામા સવારે કેમેસ્ટ્રી અને ફિઝિક્સ નું પેપર લેવાયું હતું. જયારે બપોર બાદ બાયોલોજીનું પેપર લેવાયું હતું. તમામ સેન્ટરમાં પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડના એક્ઝામ બાદ લેવામાં આવતી ગુજ કેટ ની પરીક્ષા નું આયોજન થયું હતું મોરબી જિલ્લામાં કુલ 12 પરીક્ષા કેન્દ્રો માં આયોજન થયું હતું જેમાં સવારના સમયે કેમેસ્ટ્રી અને ફિઝિક્સ ના પ્રશ્નપત્ર લેવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમના 1851 અને અંગ્રેજી માધ્યમના 276 વિદ્યાર્થીઓ મળી કુલ 2127 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે 15 વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમના અને 14 વિદ્યાર્થીઓ અંગ્રેજીના મળી 29 ગેરહાજર રહ્યા હતા.
બપોર બાદ બાયોલોજી નું પ્રશ્નપત્ર યોજાયું હતું જેમાં 1107 ગુજરાતી માધ્યમના કુલ 1210 છાત્રો અને 103 અંગ્રેજી માધ્યમ ના નોંધાયેલા હતા આ 1210 માંથી કુલ 1094 ગુજરાતી માધ્યમના અને 98 અંગ્રેજી માધ્યમના98 મળી કુલ 1192 છાત્રોએ પરીક્ષાએ પરીક્ષા આપી હતી

