HomeGujaratમોરબી: વજેપરના દારૂના અડ્ડા પર પોલીસનો દરોડો, 7 ઝડપાયા

મોરબી: વજેપરના દારૂના અડ્ડા પર પોલીસનો દરોડો, 7 ઝડપાયા

મોરબી શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગઈકાલે વજેપર વિસ્તારની શેરી નં. 24માં આવેલ સુરેશ ઉર્ફે સુડો લક્ષ્મણભાઈ થરેશાના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ત્યાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને અગાઉથી માહિતી મળી હતી કે, આ સ્થળે બહારથી લોકો બોલાવી દારૂનું વેચાણ અને પીવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી.

આ કામગીરી દરમિયાન પોલીસે મનીષાબેન સુરેશભાઈ થરેશા, પ્રિતીબેન રાજુભાઈ આજોલા, દાઉદભાઈ અબ્બાસભાઈ કુરેશી, કલસિંગ અમરભાઈ ખડીયા, હરિસિંહ સંગ્રામસિંહ લુહાર, મહાવીરસિંહ પ્રવિણસિંહ જાડેજા તેમજ આનંદ ડાયાભાઈ સોરઠીયાને ઝડપી પાડ્યા હતા. જોકે, મુખ્ય આરોપી સુરેશ ઉર્ફે સુડો સ્થળ પર હાજર મળ્યો નહોતો અને ફરાર હોવાનું જણાયું હતું.

દરોડા દરમિયાન મનીષાબેને પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કર્યો હતો અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરીને દબાણ સર્જવાનો પ્રયાસ કર્યો હતો. પરિણામે, પોલીસે તેમના વિરુદ્ધ ફરજમાં અડચણ ઊભી કરવાના ગુનામાં કેસ નોંધ્યો હતો. અન્ય તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે સ્થળ પરથી અંદાજે રૂ. 30,000 કિંમતના 6 મોબાઇલ ફોન તથા રૂ. 4,800ના 24 લિટર દેશી દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW