HomeGujaratહળવદની જૂની શાક માર્કેટમાં હરરાજી બાબતે વેપારી પર જીવલેણ હુમલો, પાંચ શખ્સો...

હળવદની જૂની શાક માર્કેટમાં હરરાજી બાબતે વેપારી પર જીવલેણ હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો

હળવદ શહેરના સરા રોડ વિસ્તારમાં રહેતા તથા જૂની શાક માર્કેટમાં દુકાન ધરાવતા વેપારી પર હુમલાની ઘટના સામે આવી છે.

માહિતી મુજબ, અનિલભાઈ માણેકભાઈ મેઢા (ઉ.વ. 55)એ સુનિલ પ્રતાપભાઈ રબારી તેમજ અન્ય ચાર અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર આરોપી દુકાન નજીક હરરાજી કરતો હતો, જેને લઈને અગાઉ ફરિયાદીએ ના પાડી હતી. આ બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓએ હુમલો કર્યો હોવાનું જણાવાયું છે.

આરોપીઓ દુકાનમાં ઘુસી લોખંડના પાઈપ વડે માર મારતા અનિલભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમજ તેમના અંગૂઠામાં ઈજા થઈ હતી. આ મામલે હળવદ પોલીસે ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW