HomeGujaratમોરબીમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત રમતગમત ક્ષેત્રે ઝળકેલી 48 તેજસ્વી દીકરીઓનો...

મોરબીમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત રમતગમત ક્ષેત્રે ઝળકેલી 48 તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા રમતવીર દીકરીઓના કૌશલ્યને બિરદાવવા અને રમતગમત ક્ષેત્રે તેમને પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુથી બેટી બચાવોબેટી પઢાવો’ યોજના અંતર્ગત સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને અને મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાની 48 જેટલી તેજસ્વી દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ સન્માન સમારોહમાં કબડ્ડીટેકવેન્ડોખો-ખોજુડોકરાટે અને બેડમિન્ટન જેવી વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડી કન્યાઓને મહાનુભાવોના હસ્તે સ્મૃતિચિહ્ન અને પ્રશસ્તિપત્ર આપી તેમનું વિશિષ્ટ બહુમાન કરાયું હતું. કલેક્ટરે આ તકે દીકરીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કેમોરબીની દીકરીઓ રમતગમતના મેદાનમાં પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી રહી છેજે સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત છે. મ્યુનિસિપલ કમિશનરે પણ દીકરીઓને રમતગમતની સાથે શિક્ષણમાં પણ ઉચ્ચ શિખરો સર કરવા માટે પ્રોત્સાહિત કરી હતી. વહીવટી તંત્રના આ હકારાત્મક અભિગમથી રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતી જિલ્લાની અન્ય દીકરીઓને પણ નવી પ્રેરણા મળશે. આ અવસરે જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદીજિલ્લા રમતગમત અધિકારી રવિભાઈ રાઠોડવિવિધ રમતના કોચવાલીઓ તેમજ દીકરીઓ ઉપસ્થિત રહી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW