મોરબી શહેરમાં જુગાર રમતા ઈસમો સામે પોલીસે કાર્યવાહી કરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે મળેલી બાતમીના આધારે આનંદનગર શેરી નં.1 વિસ્તારમાં આવેલ ઇન્દ્રસિંહ નવલસિંહ જાડેજાના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ત્યાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની હકીકત સામે આવી હતી.
પોલીસે સ્થળ પરથી કુલ છ ઈસમોને ઝડપી પાડ્યા હતા, જેમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ઝડપાયેલા આરોપીઓમાં ઇન્દ્રસિંહ નવલસિંહ જાડેજા (ઉ.વ. 50) રહે. આનંદનગર શેરી નં.1 મોરબી, રાજેશભાઈ સુખરામભાઈ સોનારથી (ઉ.વ. 38) રહે. રામેશ્વર મંદિર પાસે હાઉસિંગ બોર્ડ, હાલ મોહિતભાઈ જૈનના મકાનમાં ભાડેથી, મુળ રહે. ગામ કોટડી તા. બીલપાક, જી. રતલામ (મધ્યપ્રદેશ), સંગીતાબેન કરશનભાઈ નાનાલાલ કાથરાણી (ઉ.વ. 45) રહે. ગામ વાધરવા, દરિયાલાલ મંદિર વાળી શેરી, તા. માળીયા (મી.), જી. મોરબી, રીનાબેન કેયુરભાઈ વિનોદભાઈ મકવાણા (ઉ.વ. 33) રહે. ટી.કે. હોટેલ પાસે સિવાલીક એપાર્ટમેન્ટ ફ્લેટ નં. 202 મોરબી, સમાબેન પત્ની સફિભાઈ તારમહોમદભાઈ જીદાણી (ઉ.વ. 38) રહે. વાવડી રોડ, બાવળીયા પીરની દરગાહ સામે કે.જી.એન. પાર્ક શેરી નં. 2 મોરબી અને જોસનાબેન હિમંતભાઈ નરશીભાઈ ચુડાસમા (ઉ.વ. 45) રહે. આનંદનગર શેરી નં.1 મોરબીનો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 22,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધાવી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

