HomeGujaratમોરબીમાં જમીન મકાન ધંધાર્થીની હત્યા પ્રકરણમાં ફરાર બે આરોપી ઝડપાયા

મોરબીમાં જમીન મકાન ધંધાર્થીની હત્યા પ્રકરણમાં ફરાર બે આરોપી ઝડપાયા

મોરબીના વીસીપરામાં રહેતા જમીન મકાનના ધંધાર્થીની તાજ મહંમદ ભટ્ટીની ગત તા 19 ના રોજ લાલબાગ નજીક થી વાતચીત કરવાના નામે બાલુભાઈ અઘારા તેની કારમાં બેસાડી અપહરણ કરી ભડીયાદ નજીક ફાર્મ હાઉસ માં લઈ જવાયા બાદ તેને 6 જેટલા શખ્સોએ ઢોર માર માર્યો હતો અને એક ઓરડીમાં ગોંધી રાખ્યો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો. જે બાદ આરોપીઓએ લાશ બેલા ગામ નજીક ફેક્ટરીના કમ્પાઉન્ડમાં ખાડામાં લાશ ને ડીઝલથી સળગાવી દઈ બાદમાં દાટી દેવાઇ હતી.

આ ઘટનામાં 7 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી પોલીસે અગાઉ 5આરોપીની ધરપકડ કરી હતી જ્યારે જીતેશ બાલુભાઈ ઝાલરિયા અને ભાવેશ થોભણભાઈ અધારા ફરાર હતા જેને હવે પોલીસે ઝડપી લઈ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW