મોરબીમાં નશાના સોદાગરો સામે પોલીસે લાલ આંખ કરી છે. ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી (SOG) પોલીસની ટીમે લીલાપરથી નવાગામ તરફ જવાના રસ્તા પર આવેલી એક પતરાવાળી દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરોડા દરમિયાન પોલીસને ત્યાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળેથી ઉદય રામખેલાવન વર્મા નામના શખ્સની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન આરોપી પાસેથી 2 કિલો 606 ગ્રામ ગાંજો મળી આવ્યો છે. પોલીસે ગાંજાના આ જથ્થા સહિત કુલ રૂપિયા 1.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો
આ મામલે એસ.ઓ.જી પોલીસે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે NDPS એક્ટ (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ તેજ કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નશાનો સામાન ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની સાથે અન્ય કેટલા શખ્સો સંકળાયેલા

