HomeGujaratમોરબીમાં પતિ-પત્ની વચ્ચે થયેલ ઝઘડાનો ખાર રાખી વહુએ સસરા પર તપેલી વડે...

મોરબીમાં પતિ-પત્ની વચ્ચે થયેલ ઝઘડાનો ખાર રાખી વહુએ સસરા પર તપેલી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલી રોલા રાતડીયાની વાડી વિસ્તારમાં રહેતા દેવકરણભાઈ નારાયણભાઈ ડાભીએ પોતાની વહુ મનીષાબેન દિલીપભાઈ ડાભી સામે મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ આરોપી મહિલા તેમના પુત્રની પત્ની છે અને છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે વારંવાર મતભેદ અને ઝગડા થતા રહેતા હતા. આ દરમિયાન પતિ-પત્ની વચ્ચે થયેલા ઝગડાનો ખાર રાખીને વહુએ દેવકરણભાઈને ગાળો આપી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત રસોઈ બનાવવામાં ઉપયોગ થતી તપેલી વડે તેમના હાથમાં ઇજા પહોંચાડ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ મામલે દેવકરણભાઈ ડાભીએ પોલીસમાં અરજી આપતા મોરબી એ-ડિવિઝન પોલીસે આરોપી મહિલા સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW