HomeGujaratમોરબીમાં ધો.12 બોર્ડ પરીક્ષા શાંતિપૂર્ણ: વિજ્ઞાન પ્રવાહમાં 4 અને સામાન્ય પ્રવાહમાં 18...

મોરબીમાં ધો.12 બોર્ડ પરીક્ષા શાંતિપૂર્ણ: વિજ્ઞાન પ્રવાહમાં 4 અને સામાન્ય પ્રવાહમાં 18 ગેરહાજર

ધોરણ 12 બોર્ડ પરીક્ષાના અંતર્ગત આજે સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્ર અને વિજ્ઞાન પ્રવાહમાં ગણિત વિષયની પરીક્ષાઓ યોજાઈ હતી. બંને વિષયોમાં વિદ્યાર્થીઓની હાજરી નોંધપાત્ર અને સંતોષકારક રહી હોવાનું સામે આવ્યું છે

સામાન્ય પ્રવાહના આંકડાશાસ્ત્ર વિષયની પરીક્ષામાં ગુજરાતી માધ્યમમાં કુલ 4516 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. તેમાંમાંથી 4500 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 16 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અંગ્રેજી માધ્યમમાં કુલ 209 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 207 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 2 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ રીતે બંને માધ્યમને મળીને કુલ 4725 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 4707 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા અને 18 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

તે જ રીતે વિજ્ઞાન પ્રવાહમાં ગણિત વિષયની પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓની હાજરી સારી રહી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતી માધ્યમમાં કુલ 760 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 757 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 3 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અંગ્રેજી માધ્યમમાં કુલ 71 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 70 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 1 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો. આ પ્રમાણે બંને માધ્યમને મળીને કુલ 831 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 827 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા અને 4 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.બંને પ્રવાહમાં વિદ્યાર્થીઓની હાજરીનું પ્રમાણ ઊંચું નોંધાયું છે. પરીક્ષાઓ સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં પૂર્ણ થઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW