HomeGujaratમાળિયાના વર્ષામેળી અને ન્યુ નવલખી માં પીવાના પાણી મુદ્દે સ્થાનિકોએ કર્યો...

માળિયાના વર્ષામેળી અને ન્યુ નવલખી માં પીવાના પાણી મુદ્દે સ્થાનિકોએ કર્યો ચક્કાજામ, 6 મહિનાથી પાણી ન મળવાનો દાવો

મોરબી જિલ્લાના છેવાડા વિસ્તાર ન્યુ નવલખી અને વર્ષામેડી વિસ્તારોમાં રહેતા શ્રમજીવી પરિવારોએ પીવાના પાણીની તીવ્ર અછત સામે આક્રોશ વ્યક્ત કરતાં મુખ્ય રોડ પર ચક્કાજામ કર્યો હતો. અંદાજે 300 થી વધુ પરિવારો છેલ્લા 6  મહિનાથી નિયમિત પાણી પુરવઠો ન મળવાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, શિયાળાની શરૂઆત સાથે જ છેવાડાના આ વિસ્તારમાં પાણીની સમસ્યા બુમરાંગ બની ગઈ છે. ઘણા પરિવારોને દૂર-દૂરથી પાણી લાવવું પડે છે, જેના કારણે મહિલાઓ અને બાળકોને ખાસ તકલીફ પડે છે.
“છેલ્લા છ મહિનાથી નળમાંથી એક ટીપું પણ પાણી આવતું નથી. અમે રોજ ટેન્કરની રાહ જોઈએ છીએ, પરંતુ તે પણ અનિયમિત છે,” એક સ્થાનિક મહિલાએ જણાવ્યું.
આ તીવ્ર આંદોલન બાદ પાણી પુરવઠાની જવાબદારી સંભાળતા કોન્ટ્રાક્ટર સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે વહેલી તકે પાણી પુરું પાડવાની ખાતરી આપી હતી. આ ખાતરી મળતાં ચક્કાજામ ખોલી દેવામાં આવ્યો અને વાહન વ્યવહાર સામાન્ય થયો હતો.


મોરબી પાણી પુરવઠા વિભાગને તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓએ પણ મામલે ધ્યાન દોર્યું છે અને તાત્કાલિક રાહતની વ્યવસ્થા કરવાનું વચન આપ્યું છે. જોકે, સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે આવા વચનો અગાઉ પણ આવ્યા છે, પરંતુ લાંબા ગાળાનું સ્થાયી ઉકેલ આવ્યો નથી .
આ ઘટના મોરબી જિલ્લામાં પાણી પુરવઠાની વ્યવસ્થા અને ઔદ્યોગિક વિસ્તારોમાં રહેતા શ્રમિકોની મૂળભૂત સુવિધાઓ અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. જલ જીવન મિશન જેવી યોજનાઓ હેઠળ નળ જોડાણ વધારવા અને નિયમિત પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ ફરી એકવાર તીવ્ર બની છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW