મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમને મળેલી ગુપ્ત માહિતીના આધારે માળીયા (મીંયાણા) તાલુકાના વિર વિદરકા ગામના પાદર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. બાતમી મુજબ એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે હાથ બનાવટની લોખંડની બંદૂક સાથે ફરતો હોવાનું જાણવા મળતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પોલીસે અસગર ઉર્ફે અબુ દાઉદભાઈ જેડા (ઉ.વ. 45), રહે. વિર વિદરકા ગામને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી અંદાજે રૂ. 5,000 કિંમતની એક હાથ બનાવટની લોખંડની બંદૂક કબજે કરવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસે આરોપી વિરુદ્ધ માળીયા (મીંયાણા) પોલીસ સ્ટેશનમાં હથિયાર અધિનિયમ હેઠળ ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

