HomeNationalચોમાસુ સત્રમાં હંગામા પર સંસદના શિયાળુ સત્રમાં કાર્યવાહી, પ્રિયંકા ચતુર્વેદી સહીત 12...

ચોમાસુ સત્રમાં હંગામા પર સંસદના શિયાળુ સત્રમાં કાર્યવાહી, પ્રિયંકા ચતુર્વેદી સહીત 12 સાંસદો રાજ્યસભામાંથી સસ્પેન્ડ

નવી દિલ્હી, સોમવાર

   મોનસૂન સત્રમાં હંગામાના માલે શિયાળુ સત્રમાં કાર્યવાહી કરવામાં આવી છે. હંગામો કરનારા 12 સાંસદોને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાંસદોને આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, તેનો અર્થ એ થયો કે આ સાંસદો ગૃહની કાર્યવાહીમાં સામે થઈ શકશે નહીં.

   મોનસૂન સત્રમાં હંગામા બદલ સસ્પેન્ડ કરવામાં આવેલા સાંસદોમાં કૉંગ્રેસ, ટીએમસી અને શિવસેનાના સાંસદો સામેલ છે. આ સાંસદોને 11 ઓગસ્ટે રાજ્યસભામાં હંગામો કરવાના મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

રાજ્યસભામાં સસ્પેન્ડ કરાયેલા 12 સાંસદો –
એલામરમ કરીમ – સીપીએમ
ફૂલો દેવી નેતા- કૉંગ્રેસ
છાયા વર્મા – કૉંગ્રેસ
રિપુન બોરા- કૉંગ્રેસ
બિનય વિશ્વમ – સીપીઆઈ
રાજામણિ પટેલ- કૉંગ્રેસ
ડોલા સેન- ટીએમસી
શાંતા છેત્રી- ટીએમસી
સૈયદ નાસિર હુસૈન- કૉંગ્રેસ
પ્રિયંકા ચતુર્વેદી- શિવસેના
અનિલ દેસાઈ- શિવસેના
અખિલેશ પ્રસાદ સિંહ – કૉંગ્રેસ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW