HomeGujaratહળવદ નજીક હાઇવે પર બોલેરોનું ટાયર ફાટતાં ટ્રક સાથે ટક્કર,બોલેરો ચાલકનું મોત

હળવદ નજીક હાઇવે પર બોલેરોનું ટાયર ફાટતાં ટ્રક સાથે ટક્કર,બોલેરો ચાલકનું મોત

મોરબી જિલ્લાના હળવદમાં આજે એક રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં હળવદ-અમદાવાદ નેશનલ હાઇવે પર બોલેરો પિક અપ વાહનનું આગળનું ટાયર ફાટી જતાં વાહનનું બેલેન્સ ખોરવાઈ ગયું અને તે અમદાવાદ તરફથી આવતા ટ્રક-ટ્રેલર સાથે ભયાનક રીતે ટકરાઈ ગયું. આ અકસ્માતમાં બોલેરોના ડ્રાઇવરનું ઘટનાસ્થળેથી સારવાર દરમિયાન મોત થયું છે.

ઘટના ગત ૨૨ ફેબ્રુઆરીના રવિવારે રસાંજે લગભગ ૪ વાગ્યે બની હતી . મૃતકની ઓળખ રામજીભાઇ અમરાભાઇ બોળીયા તે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વેળાવદર ગામના વતની હોવાનું સામે આવ્યું છે મૃતક રામજી ભાઈનું . GJ-27-TT-4663 બોલેરો પિકઅપ અમદાવાદ તરફથી આવતા  GJ-12-BZ-6899 નંબરના ટ્રક ટ્રેલર સાથે અથડાયું હતું.બનાવમાં હળવદ પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNS)ની કલમ ૧૯૪ હેઠળ આ કેસ નોંધાયો છે. હળવદ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ.  જી.પી. ટાપરીયાએ આ કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW