HomeGujaratમોરબીમાં નજીવી બાબતે લોહીની હોળી: શનાળા રોડ પર યુવકની કરપીણ હત્યા.

મોરબીમાં નજીવી બાબતે લોહીની હોળી: શનાળા રોડ પર યુવકની કરપીણ હત્યા.

મોરબી શહેરના વાહનોની અવરજવર થી ધમધમતા  શનાળા રોડ પરથી એક લોહિયાળ ઘટના સામે આવી રહી છે. જ્યાં માત્ર વાહન ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે એક નિર્દોષ યુવકે જીવ ગુમાવવો પડ્યો છે.”

“મોરબીના શનાળા રોડ પર સુપર માર્કેટથી સરદાર બાગ તરફ રોડ પર રંગોલી આઈસ્ક્રીમ નજીકથી કારમાં રહેલા જતીન સોની નામના યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, કાર અને બાઈક વચ્ચે ઓવરટેક કરવા બાબતે થયેલી બોલાચાલીમાં મામલો એટલો બિચક્યો હતો કે બે અજાણ્યા શખ્સોએ જતીન સોની પર છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. હુમલો કર્યા બાદ આરોપીઓ તાત્કાલિક ફરાર થઈ ગયા હતા.

“આ ઘટનાની જાણ થતા જ મોરબી એ-ડિવિઝન પોલીસ, LCB સ્ટાફ અને DYSP જે. એમ. આલ સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી, ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW