Thursday, July 23, 2026
HomeGujaratમોરબીમાં ઠગ બાજોનો વધુ એક કીમિયો, 10-20ની નોટના બંડલ ના નામે વેપારીની...

મોરબીમાં ઠગ બાજોનો વધુ એક કીમિયો, 10-20ની નોટના બંડલ ના નામે વેપારીની ચૂનો લગાવ્યો

મોરબી શહેરમાં જાણે ઠગબાજો લોકોને છેતરવાના અવનવા કિમિયા શોધી કાઢવામા હોશિયાર બની ગયા હોય એમ અલગ-અલગ પ્રકારની સ્કીમ થી લોકોને પોતાનો શિકાર બનાવે છે, ત્યારે વધુ એક ઠગાઈનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં છૂટા પૈસાના બંડલો આપવાની લાલચ આપી એક વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. મોરબી એ-ડિવિઝન પોલીસ મથકે આ અંગે વિધિવત ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના રવાપર ધૂનડા રોડ પર આવેલી જ્યોતિ પાર્ક સોસાયટીમાં રહેતા ચેતનભાઈ રતિલાલભાઈ દેત્રોજાએ આ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમના આક્ષેપ  મુજબ, આરોપી પંકજભાઈ કેશવજીભાઈ ફેફરે પોતાની ઓળખ છુપાવી, ખોટું નામ ધારણ કરીને વેપારીનો સંપર્ક કર્યો હતો. આરોપીએ ચેતનભાઈ અને તેમના સાથીઓને ₹10 અને ₹20 ના દરની ચલણી નોટોના બંડલો આપવાની લાલચ આપી હતી. વિશ્વાસમાં લઈ આરોપીએ ફરીયાદી પાસે આર.આર. આંગણિયા પેઢી મારફતે કુલ ₹2,50,000 નું આંગણિયું કરાવ્યું હતું. આંગણિયું કરાવી લીધા બાદ આરોપીએ વાયદા મુજબ છૂટા પૈસા ન આપીને છેતરપિંડી આચરી હતી.

આરોપીએ અલગ-અલગ મોબાઈલ નંબર પરથી ફોન કરી, ખોટા નામ ધારણ કરી વ્યવસ્થિત રીતે ઠગાઈનું નેટવર્ક ચલાવ્યું હોવાનું બહાર આવ્યું છે. મોરબી એ-ડિવિઝન પોલીસે ચેતનભાઈની ફરિયાદના આધારે આરોપી પંકજ ફેફર વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW