HomeGujaratમોરબીમાં વાહનની બેટરીના પાણીના પાર્સલના નામે દારૂની હેરાફેરીનો પર્દાફાશ, રૂ. 4.57 લાખનો...

મોરબીમાં વાહનની બેટરીના પાણીના પાર્સલના નામે દારૂની હેરાફેરીનો પર્દાફાશ, રૂ. 4.57 લાખનો મુદામાલ જપ્ત

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે દારૂ સપ્લાયનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસને માહિતી મળી હતી કે, વાપીથી મોરબી આવતી ખાનગી ટ્રાવેલ્સ મારફતે બેટરીના પાણીના નામે પાર્સલમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવવામાં આવી રહ્યો છે. આ પાર્સલ તૌફિકભાઈ મહેબુબભાઈ બુખારી (રહે. શક્તિચોક, ખાટકીવાસ, લાતીપ્લોટ શેરી નં. 6, મોરબી) દ્વારા મેળવી લોડિંગ રિક્ષા નંબર GJ-03-BX-5810માં લઈ જવામાં આવતો હોવાની જાણકારી પોલીસને મળી હતી.

આ બાતમીના આધારે પોલીસે લાતીપ્લોટ શેરી નં. 6ના નાકા પાસે રેઇડ કરતાં આરોપી મળી આવ્યો હતો. તપાસ દરમિયાન રિક્ષામાંથી પાર્સલ પેકિંગના કુલ 10 બોક્સ મળ્યા, જેમાંથી 3 બોક્સમાં બેટરીના પાણીની 18 બોટલ મળી આવી હતી, જ્યારે બાકીના 7 બોક્સમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1248 બોટલ મળી આવી હતી. આ દારૂની કિંમત અંદાજે રૂ. 4,05,600 હોવાનું સામે આવ્યું છે.

પોલીસે બનાવટી બિલ, રિક્ષા તથા અન્ય સામગ્રી સહિત કુલ રૂ. 4,57,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આરોપી તૌફિકભાઈ મહેબુબભાઈ હાજીસા બુખારીને ઝડપી પાડ્યો હતો. જ્યારે આ માલ મંગાવનાર આરોપી સાહીલ હનીફભાઈ પરમાર (રહે. રાજકોટ) સ્થળ પર હાજર ન મળતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંઘી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW