HomeGujaratટીકરના રહેણાંક મકાન તસ્કરો રૂ.3.49 લાખના સોનાના દાગીના ચોરી કરી ફરાર

ટીકરના રહેણાંક મકાન તસ્કરો રૂ.3.49 લાખના સોનાના દાગીના ચોરી કરી ફરાર

હળવદ તાલુકાના ટીકર રણ વિસ્તારમાં રહેતા અને અગરમાં મજુરી કામ કરતા સુરેશભાઈ કાનજીભાઈ મકવાણાના ઘરની દીવાલ કુદી તસ્કરો ત્રાટક્યા હતા. અને ઘરના મુખ્ય દરવાજાનીઓ તેમજ રૂમ બન્ને લોક તોડી તસ્કરોએ રૂમમાં રાખેલા સોનાના દાગીનાઓ જેમાં (૧) ગળામાં પહેરવાના હાર નંગ-૨ , (૨) કાનમાં પહેરવાની બુટી સેર સાથેની એક જોડી તેમજ (૩) વીંટી નંગ-૨ જે સોનાના તમામ દાગીનાઓ જેનુ કુલ વજન આશરે સાડા પાંચ તોલા જેની કિ.રૂ. ૩,૯૪,૦૫૭/- ના મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ સુરેશ કાનજીભાઈએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW