Friday, February 13, 2026
HomeGujaratકંડલા બાયપાસ પાસે ગાડીમાં આગનો બનાવનો કોલ આવતા મોરબી મનપાની ફાયર ટીમ...

કંડલા બાયપાસ પાસે ગાડીમાં આગનો બનાવનો કોલ આવતા મોરબી મનપાની ફાયર ટીમ સ્થળ પર પહોચી અંતે મોકડ્રિલ જાહેર

મોરબીના ક્રિષ્ના મેળા કંડલા બાયપાસ નવલખી રોડ મોરબી પાસે થી મેળાના સંચાલક દ્વારા મોરબી મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સીને પાર્કિંગમાં રહેલ ગાડીમાં આગ લાગ્યા હોવાનો કોલ કરતાં ફાયર એન્ડ ઇમરજન્સી ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને ગાડીમાં લાગેલ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી બુઝાવવામાં આવી હતી. અંતમાં મોકડ્રિલ જાહેર કરતાં સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો. ફાયર એન્ડ ઇમરજન્સી શાખાના કર્મચારી દ્વારા ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શન થકી મેળાના સંચાલક અને ત્યાં હાજર શહેરીજનોને ફાયર સેફટી વિશે માહિતગાર કરવા, ફાયર સાધનો નો યોગ્ય ઉપયોગ કરવા અને કોઈ પણ ઇમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા નિવારી શકાય અને જાન-માલને કેવી રીતે બચાવવું તે અંગે જાણકારી આપવામાં આવી હતી.

આ મોકડ્રિલનો હેતુ કોઈ સ્થળ પર આકસ્મિક ઘટના બને ત્યારે કેવી રીતે રિસ્પોન્સ આપવો અને શહેરીજનોમાં સુરક્ષા પ્રત્યે જાગરુત રહવું. આ મોકડ્રીલની કામગીરીથી મોરબી મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી શાખાની સજ્જતા અને આધુનિકતાનું પ્રદર્શન કર્યું હતું. શહેરીજનોએ સુરક્ષાની લાગણી અનુભવી હતી.
મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા તા.૦3/૦૨/૨૦૨૬ થી ૦૯/૦૨/૨૦૨૬ સુધીમાં 03 સરકારી કચેરીમાં ૩૭ તેમજ ૦૧ શાળા માં ૪૦ તથા શાકભાજી બજારમાં ૦૯ માણસોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવેલ. વધુ પ્રિવેન્શન ના ભાગ રૂપે સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગ નું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી અને પ્રિવેન્શન ને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી હતી , અગાઉ અપાયેલ નોટીસના પગલે ૧૮૫ કોમ્પ્લેક્ષ અને ૩૮ સમાજવાડીમાં ફાયરની સીસ્ટમ લગાવેલ તથા કામગીરી ચાલુ કરેલ છે. આ સમયમાં ૦૩ ફાયર સેફટી અપ્રુવલ માટેની અરજી આવેલ જે આર.એફ.ઓ. કચેરી માં ફોરવર્ડ કરેલ છે. ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શન નો મુખ્ય ઉદેશ્ય મોરબીના લોકોને ફાયર સેફટી વિશે માહિતગાર કરવા, ફાયર સાધનો નો યોગ્ય ઉપયોગ કરવા અને કોઈ પણ ઇમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય.
મોરબી માં ૦૧ રેસ્ક્યુ કોલ તેમજ મોરબીમાં ૦૧ આગ લાગવાના બનાવ બનેલ તેમાં ફાયરના જવાનો ફુલ (PPE)આધુનિક સાધનો દ્વારા ફાયર ફાઈટીંગ કરવામાં આવે છે. આવી કોઈ દુર્ઘટના સમયે આપ મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસ – (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ અને ૧૦૧ તથા ૧૧૨ પર સંપર્ક કરી શકો છો.તેમ મોરબી મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,230SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page