HomeGujaratહળવદના રાણેકપર રોડ પર થયેલ લૂંટના રૂ. 5.19 લાખ પોલીસે ‘તેરા તુજકો’...

હળવદના રાણેકપર રોડ પર થયેલ લૂંટના રૂ. 5.19 લાખ પોલીસે ‘તેરા તુજકો’ કાર્યક્રમ અંતર્ગત ફરીયાદીને પરત કર્યા

હળવદના રાણેકપર રોડ પર થયેલી લૂંટની ઘટનાને લઈ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં ફરીયાદી રજનીકાંતભાઈ ભીખાભાઈ દેથરીયા (રહે. આનંદ બંગ્લોઝ, હળવદ, તા. હળવદ, જી. મોરબી) પાસેથી રૂ. 6,90,000ની રોકડ લૂંટાઈ હતી. તપાસ દરમિયાન પોલીસે બે આરોપીઓને ઝડપી લઈ સફળતા મેળવી અને તેમની પાસેથી રૂ. 5,19,800ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. પછી જરૂરી કાયદેસર કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરી, જપ્ત કરાયેલ રૂ. 5,19,800ની રોકડ રકમ ‘તેરા તુજકો’ કાર્યક્રમ અંતર્ગત ફરીયાદીને પરત આપવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW