HomeGujaratહળવદમાં સગાઈ તૂટવાની ચર્ચા બાદ યુવતીએ ઝેરી દવા પી જીવન ટુકાવ્યું

હળવદમાં સગાઈ તૂટવાની ચર્ચા બાદ યુવતીએ ઝેરી દવા પી જીવન ટુકાવ્યું

મોરબી શહેરની મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલી હરિઓમ સોસાયટીમાં રહેતા અને મૂળ હળવદના ચિત્રોડી ગામના વતની ધીરુભાઈ રાઠોડની દીકરી કિંજલબેન અને તેના ભાઈ કરણની સગાઈ કોયબા ગામે દિલુભાઈ ચૌહાણના પુત્ર તથા પુત્રી સાથે સામસામે કરવામાં આવી હતી. બાદમાં સગાઈ તોડવાની ચર્ચા થતા કિંજલબેનને સગાઈ કરાયેલ યુવક ગમતો હોવાથી સગાઈ તોડવી ન હોવાનું તેણીએ મનમાં લગાવી લીધું હતું. આ માનસિક આઘાતના કારણે કિંજલબેન દ્વારા પોતે ઝેરી દવા પી લેવામાં આવી હતી, જેના પરિણામે યુવતીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે તેના મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW