HomeGujaratમોરબીના પીપળી ગામે 17 વર્ષીય સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના પીપળી ગામે 17 વર્ષીય સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબી તાલુકાના પીપળી ગામે આવેલી શિવ પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની જગદીશભાઈ પરીહારની 17 વર્ષીય દીકરી પૂજાબેન લગ્ન કરવા ઇચ્છતી હતી. પરંતુ કાયદેસર ઉંમર પૂર્ણ ન થતાં તેની માતાએ ઉંમર પૂરી થયા બાદ લગ્ન કરાવી આપવાની વાત કરી હતી. આ બાબતે મનમાં દુઃખ લાગતા અને ભાવનાત્મક રીતે વ્યથિત બનેલી સગીરાએ આવેશમાં આવી જઈ ગઈકાલના રોજ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW