ટંકારાના સરાયા ગામમાં રહેતા અને ખેતી સાથે સંકળાયેલા પ્રવીણભાઈ નારણભાઈ ઢેઢી દ્વારા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ સરાયા ગામના જ કાનાભાઈ લાખાભાઈ ગમારા, વિપુલભાઈ મોતીભાઈ ગમારા અને છગનભાઈ લીંબાભાઈ ગમારા સામે ધમકી અને ગાળાગાળી અંગે આક્ષેપ કરવામાં આવ્યા છે.
ફરિયાદી પ્રવીણભાઈએ જણાવ્યું કે, તેમની સરાયા ગામે આવેલી ‘ઉપલા કાંઠા’ તરીકે ઓળખાતી ખેતીની જમીનમાં તળાવમાંથી મોટર દ્વારા સિંચાઈ માટે પાણી લેવાતું હતું, જે બાબત આરોપીઓને અણગમતી હતી. આ કારણે આરોપીઓ ફરિયાદી પ્રવીણભાઈના ખેતરમાં પહોંચી મોટર, લાઈનો અને વાયર ઉપાડી લઈ જવાની ધમકી આપતા હતા. આ દરમિયાન આરોપીઓએ પ્રવીણભાઈને અશ્લીલ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ફરિયાદની ફરિયાદ આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

