HomeGujaratમોરબીમાં રખડતા ઢોર પકડવા ગયેલ મનપાના કર્મચારીને ધમકી આપી પશુ છોડાવી જનાર...

મોરબીમાં રખડતા ઢોર પકડવા ગયેલ મનપાના કર્મચારીને ધમકી આપી પશુ છોડાવી જનાર બે શખ્સો સામે ફરિયાદ

માળીયાના મોટાભેલા ગામના રહેવાસી અને મોરબી મહાનગરપાલિકામાં નોકરી કરતા વિપુલભાઈ લખમણભાઈ છૈયા દ્વારા મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ અને તેમના સાથી કર્મચારીઓ મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ આધારે રખડતા ઢોર પકડવાની ફરજ બજાવી રહ્યા હતા.

આ કામગીરી દરમિયાન મોરબીના ભરવાડ શેરી, ખાટકીવાસ વિસ્તારમાં રહેતા રાજુભાઈ દેવાભાઈ રાતડીયા અને વિજયભાઈ મયાભાઈ રાતડીયા દ્વારા ફરિયાદી વિપુલભાઇ તથા તેમના સાથીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી ગાળો આપવામાં આવી હતી. વધુમાં, આરોપીઓએ વિપુલભાઇ અને સાક્ષીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી, વિપુલભાઇને ધક્કો મારી પકડાયેલ ઢોર છૂટું કરાવી લીધું હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ફરિયાદ મુજબ આરોપીઓએ ફરિયાદી અને તેમના સાથીઓની કાયદેસરની ફરજમાં અડચણ ઊભી કરી હતી. આ અંગે પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW