HomeGujaratCISF કોસ્ટલ સાયક્લોથોન આવતીકાલે મોરબી પહોંચશે:દરિયાઈ સુરક્ષા જાગૃતિ માટે 6500 KMની યાત્રાનું...

CISF કોસ્ટલ સાયક્લોથોન આવતીકાલે મોરબી પહોંચશે:દરિયાઈ સુરક્ષા જાગૃતિ માટે 6500 KMની યાત્રાનું આયોજન

દેશની દરિયાઈ સુરક્ષા અંગે જનજાગૃતિ ફેલાવવા અને રાષ્ટ્રીય એકતા મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા “CISF વંદે માતરમ્ કોસ્ટલ સાયક્લોથોન–2026”નું આયોજન કરવામાં આવ્યું છે.

 આ ભવ્ય સાયકલ યાત્રા 28 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી ચાલશે.
 25 દિવસ દરમિયાન CISFની ટીમો ભારતની અંદાજે 6500 કિ.મી. લાંબી મેઈનલેન્ડ દરિયાકાંઠા પર સફર કરશે.
 પશ્ચિમ દરિયાકાંઠાની ટીમનું પ્રસ્થાન ગુજરાતના ઐતિહાસિક લખપત કિલ્લા (કચ્છ) પરથી કરવામાં આવ્યું છે.

 30 જાન્યુઆરીએ સાયક્લોથોન મોરબી જિલ્લામાં પહોંચશે, જ્યાં મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને CISF રાજકોટ યુનિટ દ્વારા ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવશે. આ અવસરે મોરબી જિલ્લાના માળિયા તાલુકાના સરવડ ગામે સાંજના સમયે વિશેષ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

 આ દેશવ્યાપી અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાના માળિયાથી જોડિયા સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં સાયક્લોથોન પ્રવૃત્તિઓનું સંચાલન અને સંકલન કરવાની જવાબદારી CISF રાજકોટ યુનિટને સોંપવામાં આવી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW