મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી બાતમીના આધારે માધાપરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ત્યાં રહેતા મુન્નાવરખાન યુસુફખાન પઠાન પોતાના રહેણાંક મકાનમાં બહારથી વ્યક્તિઓને બોલાવી અંગત નફા માટે તીનપત્તી જુગાર રમાડતા હતા.
દરોડા દરમિયાન સ્થળ પરથી જુગાર રમતા મુન્નાવરખાન યુસુફખાન યુસુફઝઇ, સાહિદખાન મુન્નાવરખાન યુસુફઝઈ, દાઉદભાઇ ગનીભાઇ પીપરવાડીયા, રવીભાઇ દેવાભાઇ ડાભી, વીમલભાઇ ઉર્ફે વીપુલભાઇ નટુભાઇ સોલંકી, હનીફભાઇ હુસેનભાઇ દીવાન અને વિપુલભાઇ ઉર્ફે ડબલી રામભાઇ ગરીયા એમ કુલ સાત શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 25,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

