માળીયા મીયાણા તાલુકાના સુલતાનપુર ગામની સીમ વિસ્તારમાં આવેલી પાણીની કેનાલમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આશરે 35 થી 40 વર્ષની ઉંમર ધરાવતા આ યુવકનો મૃતદેહ પાણીમાં ડૂબવાના કારણે કોહવાઈ ગયેલી સ્થિતિમાં જોવા મળ્યો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા મૃતદેહને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે માળિયા પોલીસ મથક દ્વારા અકસ્માતે મૃત્યુની નોંધ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે તેમજ મૃતક યુવકના વાલી-વારસની ઓળખ અને શોધખોળ કરવામાં આવી રહી છે.

