મહિસાગર જિલ્લાના વાંકડિયા ગામના રહેવાસી પ્રકાશભાઈ પ્રતાપભાઈ પલાસ નામના યુવકનું મોરબી તાલુકાના રાજપર કુંતાસી ગામની સીમમાં અકસ્માતજન્ય મૃત્યુ થયું હતું. ફડસર ગામ તરફ જતા માર્ગ પર પુંજાભાઈ થોભણભાઈ સુવરીયાની વાડીની નજીક આવેલા તળાવમાં કોઈ કારણોસર યુવક તળાવમાં ડૂબી જતા તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકે અકસ્માતે મૃત્યુની નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

