HomeGujaratમોરબીમાં જામથી ત્રસ્ત નેહરુ ગેટ ચોક પર આડેધડ રીક્ષા પાર્ક કરનાર રીક્ષા...

મોરબીમાં જામથી ત્રસ્ત નેહરુ ગેટ ચોક પર આડેધડ રીક્ષા પાર્ક કરનાર રીક્ષા ચાલકો પર તવાઈ,૧૮ રીક્ષા ચાલકોને ૯ હજારનો દંડ

મોરબીમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા અને માર્ગ સલામતી જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિક્ષકની સૂચના મુજબ મોરબી ટ્રાફિક શાખા દ્વારા નગર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા રિક્ષાચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

મોરબી શહેરમા મહાનગર પાલિકા દ્વારા ગાંધી ચોકથી વિજય સિનેમા સુધી રોડ નિર્માણ માટે ત્યાં તમામ પ્રકારના વાહનની અવર જવર બંધ કરવાના કારણે અન્ય રોડ પર ટ્રાફિક જામ સર્જાય છે આટલું ઓછું હોય તેમ કેટલાક વિસ્તારમાં રીક્ષા ચાલકો આડેધડ પાર્કિંગ કરતા હોય જેના કારણે અન્ય વાહન ચાલકોને થતી ફરિયાદને ધ્યાને રાખી મોરબી સીટી ટ્રાફિક પોલીસે મોરબીના વ્યસ્ત એવા નગર દરવાજાની આસપાસના વિસ્તારમાં મોટર વ્હીકલ એક્ટ (M.V. Act) ના નિયમોનો ભંગ કરતા રિક્ષાચાલકો પર ટ્રાફિક પોલીસે તરાપ મારી હતી. આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન કુલ ૬ રિક્ષાઓને એમ.વી. એક્ટની કલમ ૨૦૭ હેઠળ ડિટેન કરવામાં આવી છે.આ ઉપરાંત, અન્ય ૧૮ રિક્ષાચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરી, કુલ રૂપિયા ૯,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે.પોલીસની આ કડક કાર્યવાહીથી નિયમભંગ કરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે. આગામી સમયમાં પણ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આ પ્રકારની કામગીરી ચાલુ રાખવામાં આવશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW