મોરબી એસ.ઓ.જી. સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે, હાર્દિકભાઈ નરેન્દ્રભાઈ ભાડજા, રહે. હરીઓમ સોસાયટી, ટંકારા વાળો, પોતાના કબજા તથા ભોગવટાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે મેફેડ્રોન નામનો નાર્કોટિક્સ પદાર્થ સંગ્રહ કરી ખાનગી રીતે પોતાના ગ્રાહકોને વેચાણ કરે છે.
આ બાતમીના આધારે એસ.ઓ.જી. સ્ટાફે સૂચિત સ્થળે રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન આરોપીના રહેણાંક મકાનમાંથી નાર્કોટિક્સ માદક પદાર્થ મેફેડ્રોન કુલ વજન 83 ગ્રામ 200 મિલીગ્રામ કિંમત રૂ. 2,49,6000, મોબાઇલ ફોન નંગ-2 કિંમત રૂ. 30,000 તથા ડિજિટલ વજનકાંટો નંગ-1 મળી કુલ રૂ. 2,84,600ના મુદ્દામાલ સાથે આરોપી પકડાતા તેની સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સિસ એક્ટ-1985 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે તથા આગળની તપાસ અને કાર્યવાહી ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે.

