HomeGujaratવાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીકથી 4 કિલોથી વધુના ગાંજા સાથે એક ઈસમ ઝડપાયો

વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીકથી 4 કિલોથી વધુના ગાંજા સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલી ચોક્કસ બાતમી મુજબ જાણવા મળ્યું હતું કે, રમન રાજેશ સાહ, મૂળ ઝારખંડનો રહેવાસી, જે ગ્રે રંગની કાળી બાયવાળી જેકેટ તથા જીન્સનું પેન્ટ પહેરેલ હતો, તે ગેરકાયદેસર રીતે શંકાસ્પદ નાર્કોટિક્સ માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના કબ્જામાં રાખી વઘાસિયા ટોલનાકા પાસે આવેલી ફર્સ્ટ લાઈક હોટલ સામે વેચાણની તૈયારીમાં ઊભો છે.

આ બાતમીના આધારે એસ.ઓ.જી. સ્ટાફે દર્શાવેલ સ્થળે રેઇડ કરી હતી. દરમિયાન આરોપી રમન રાજેશ સાહ (ઉંમર 26 વર્ષ), હાલ રાતાવીરડા, તા. વાંકાનેર ખાતે કારખાનાની મજૂરો માટેની ઓરડીમાં રહેતો અને મૂળ ઝારખંડનો વતની, તેના કબ્જામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો 4 કિલો 829 ગ્રામ (કિંમત રૂ. 2,41,450) તથા એક મોબાઇલ ફોન (કિંમત રૂ. 5,000) મળી આવ્યો.

આ રીતે કુલ રૂ. 2,46,450નો મુદ્દામાલ મળતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW