HomeGujaratમોરબીના લાભનગર-02માંથી પાંચ જુગારી ઝડપાયા

મોરબીના લાભનગર-02માંથી પાંચ જુગારી ઝડપાયા

મોરબી સિટી બી-ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે તેમને સંયુક્ત ખાનગી સ્ત્રોત મારફતે ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ હતી. પ્રાપ્ત બાતમીના આધારે પોલીસે મોરબી-2 વિસ્તારના વેજીટેબલ રોડ પર આવેલ લાભનગર-02 ખાતે મોમાઈ માતાજીના મંદિરની બાજુમાં આવેલા જાહેર સ્થળે રેઇડ કાર્યવાહી હાથ ધરી હતી.

રેઇડ દરમિયાન પોલીસે જુગાર રમતા કુલ પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. ધરપકડ થયેલા આરોપીઓમાં ચંદુભાઈ ચકુભાઈ ઝીંઝવાડીયા (ઉ.વ. 51, રહે. વેજીટેબલ રોડ, વાડી વિસ્તાર, મોરબી), દિનેશભાઈ બીજલભાઈ બોરીયા (ઉ.વ. 57, રહે. રણછોડનગર, સેન્ટ મેરી સ્કૂલની બાજુ, મોરબી), સંજયભાઈ રવજીભાઈ સાલાણી (ઉ.વ. 23, ધંધો મજૂરી, રહે. વેજીટેબલ રોડ, લાભનગર, મોરબી), રાજેશભાઈ મહાદેવભાઈ જાલરીયા (ઉ.વ. 45, રહે. વાવડી ગામ, તા. જી. મોરબી) તેમજ રણજીતભાઈ ભીમજીભાઈ ધામેયા (ઉ.વ. 45, રહે. વેજીટેબલ રોડ, મફતિયાપરા, મોરબી)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 10,200 નો મુદામાલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW