HomeGujaratCentral Gujaratજુના ઝઘડાના વિવાદમાં દાહોદમાં જૂથ અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ :બે વ્યક્તિઓને...

જુના ઝઘડાના વિવાદમાં દાહોદમાં જૂથ અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ :બે વ્યક્તિઓને ગોળી વાગી

દાહોદના વિસ્તારમાં મંગળવારે બપોરના સમયે એક જ કોમના બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જૂની અદાવતને લઈને થયેલા ઝઘડા બાદ આ ઘટનાએ હિંસક સ્વરૂપ લઈ લીધો હતો જે બાદ પાંચ રાઉન્ડ જેટલું ફાયરિંગ થયા હોવાની ઘટના સામે આવી છે આ ફાયરિંગની ઘટનામાં બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતા દાહોદ જિલ્લા પોલીસ નો કાપલો સ્થળ પર પહોંચ્યો હતો અને મામલો થાળી પાડવા પ્રયાસ કર્યો હતો જે બે વ્યક્તિની ગોળી વાગી હતી તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે પણ સમગ્ર વિસ્તારને કોડન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંને જૂથ વચ્ચે કયા મામલે ઝઘડો થયો હતો અને બાદમાં ફાયરિંગ થયું તે અંગેની કોઈ માહિતી હજુ સામે આવી શકતી નથી પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓને શોધખોળ હાથ ધરવામાં આવી છે આરોપીઓ પકડાયા બાદ સમગ્ર મામલો સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW