HomeGujaratમ્યુલ એકાઉન્ટનો રેલો હળવદ સુધી પહોંચ્યો,હળવદ તાલુકાના 5 શખ્સ સામે ફ્રોડની રકમ...

મ્યુલ એકાઉન્ટનો રેલો હળવદ સુધી પહોંચ્યો,હળવદ તાલુકાના 5 શખ્સ સામે ફ્રોડની રકમ જમા કરવા બદલ ગુન્હો નોંધાયો, 4 ની ધરપકડ

મોરબી જિલ્લામાં સાઈબર ક્રાઇમ પોલીસ દ્વારા જિલ્લાભરમાં મ્યુલ એકાઉન્ટ સામે એકશન લેવામાં આવી રહ્યા છે એક સપ્તાહ દરમિયાન મોરબી એ ડિવિઝન, બી ડિવિઝન તેમજ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં અલગ અલગ આરોપીઓ વિરુધ્ધ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હવે મ્યુલ એકાઉન્ટ તપાસનો રેલો હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહોંચ્યો છે.હળવદ પોલીસ મથકમાં હળવદ તાલુકાના માનગઢ ગામના હરજીવનભાઈ નરભેરામ પટેલ, કડિયાણા ગામના મુકેશભાઈ ગોવિંદભાઈ ભરવાડ, જગદિશભાઈ ગોવિંદભાઈ ભરવાડ રહે ગામ મેરુપર ગામના સાગર ભુદરભાઈ પટેલ તેમજ સાપકડા ગામના શ્રીપાલસિંહ સામે ફરિયાદ નોંધાઈ છે જેમાં તમામ આરોપીઓ દ્વારા ફ્રોડની રકમ કમિશન થી તેમના ખાતામાં જમા લઇ એટીએમ થી રૂપિયા ઉપાડ્યા હતા જ્યારે શ્રીપાલસિંહે આ રૂપિયા આંગડિયા પેઢીમાં મારફતે મોકલ્યા હોવાનું સામે આવતા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાંહરજીવનભાઈ નરભેરામ પટેલ, કડિયાણા ગામના મુકેશભાઈ ગોવિંદભાઈ ભરવાડ, જગદિશભાઈ ગોવિંદભાઈ ભરવાડ રહે ગામ મેરુપર ગામના સાગર ભુદરભાઈ પટેલની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW