HomeGujaratમોરબીમાં મ્યુલહન્ટ અભિયાન અંતર્ગત વધુ 10 આરોપીઓ સામે ફરીયાદ નોધાઇ

મોરબીમાં મ્યુલહન્ટ અભિયાન અંતર્ગત વધુ 10 આરોપીઓ સામે ફરીયાદ નોધાઇ

રાજ્યમાં સાયબર ફ્રોડને લગતા ગુનાઓ પર અંકુશ લાવવા રાજ્યભરમાં ડ્રાઈવ ચાલી રહી છે, જે અંતર્ગત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા શંકાસ્પદ બેંક ખાતાઓની તપાસ કરી તેના ટ્રાન્જેકશન પર નજર રખાવામાં આવી રહી છે અને સાયબર ફ્રોડથી મેળવેલી રકમ ખાતામાં જમા કરી મ્યુલ એકાઉન્ટથી આ રૂપિયા ઉપાડવામાં આવ્યા હોય તેવા ખાતા ધારકો સામે ગુનો નોધી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ પણ 21 જેટલા આવા મ્યુલ એકાઉન્ટ અને વચેટિયાઓ સામે ગુનો નોધી 11 જેટલા શખ્સોની ધરપકડ કરી હતી, આ ઉપરાંત વધુ ખાતાઓની તપાસ કરતા 10 એકાઉન્ટમાં કુલ રૂ. 34.82 લાખ જેટલી રકમો જમા થઈ હોવાનું સામે આવતા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા એક ફરિયાદ બી ડીવીઝન પોલીસ મથકમાં રવિભાઇ ગઢવી, પ્રતિક કુબાવત અને મહાવિરસિંહ પપ્પુભા વાઘેલા સામે જયારે બીજી ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં એક સગીર, ચેતનસિંહ રવિંદ્રસિંહ ચૌહાણ, મુસ્તાક હારુનભાઈ રાવમા, સંજયભાઈ રાજપુત, નિકુંજ પ્રવિણભાઈ દસલાણીયા, જયદેવ ભરતભાઈ કરથીયા અને રક્ષીત કલ્પેશભાઈ કુવરીયા સામે નોધાવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW