HomeGujarat250 બાળકોને શૈક્ષણિક કીટ આપી લાયન્સ કલબના સભ્ય બાલુભાઈ પાંચોટીયાએ જન્મદિવસ ઉજવ્યો

250 બાળકોને શૈક્ષણિક કીટ આપી લાયન્સ કલબના સભ્ય બાલુભાઈ પાંચોટીયાએ જન્મદિવસ ઉજવ્યો

લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી તેમજ લાયન્સ કલબ ઓફ મોરબી નજરબાગ ના સંયુક્ત ઉપક્રમે સેવાભાવી સભ્ય બાલુભાઈ પાચોટિયાના જન્મ દિવસને સેવા દિવસ તરીક ઊજવણી કરતા લાયન્સ નગર પા.શાળા, સોઓરડી ખાતે સ્કૂલના 250 જેટલા બાળકોને સ્કૂલ કીટ તેમજ લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ તરફથી દરેક બાળકોને યુનિફોર્મ આપી ,કેક કાપી દરેક બાળકોને નાસ્તો કરાવી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ તકે લાયન્સ કલબ ઓફ મોરબી સિટી ના પ્રમુખ હરખજીભાઈ સુવારીયા જણાવ્યું હતું કે તેમના પરિવાર તરફથી સેવાના કામમાં પોતાનું આર્થિક યોગદાન હર હંમેશા આપવાની જાહેરાત કરતા ઉપસ્થિત સૌએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્ય કામમાં લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર-કચ્છ ના પૂર્વ ફસ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા એ જણાવ્યું કે સમાજ અને સમાજના દાતાઓ થકી જ સેવાકીય સંસ્થા,ઊજળી હોય છે ત્યારે પ્રમુખનો સંસ્થા વતી અને સ્કૂલ પરિવાર વતી આભારની લાગણી વ્યક્ત કરવામાં આવ્યો હતો ઉપસ્થિત ઝોન ચેરમેન અને ક્લબના સેક્રેટરી લા.કેશુભાઈ દેત્રોજા એ લાયન બાલુભાઈ પાચોટિયાને સંસ્થા વતી જન્મ દિવસની શુભેરછા, શુભકામના પાઠવેલ.આ કાર્ય ક્રમમાં સંસ્થાના પૂર્વ પ્રમુખ એ.એસ.સુરાણી,મણિલાલ કાવર,એપી.કાલરીયા,ગૌતમભાઈકાલરીયા, નાનજીભાઈ મોરડીયા હાજર રહ્યા હતા. સ્કૂલ પરિવાર વતી સ્કૂલના આચાર્ય રંજનબેન ભટાસણાએ સ્કૂલના પૂર્વ શિક્ષક બાલુભાઈ પાંચોટિયાને જન્મ દિવસની શુભેરછા સાથે સંસ્થાનો આભાર વ્યક્ત કરેલ.તેમ પૂર્વ પ્રમુખ ટી.સી ફૂલતરિયાએ જણાવેલ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW