મોરબી નજીક ભડીયાદ કાંટા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કુદરતી હાજતે બેઠેલા બે વર્ષના માસૂમ બાળક હાર્દિક કણસાગરાનું ટ્રકની અડફેટે મોત નીપજ્યું છે. ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક ટ્રક રિવર્સમાં લેતા બાળક તેના પાછળના પૈડા નીચે કચડાઈ ગયું હતું.
આ ઘટના ગત 5 ડિસેમ્બરના રોજ સવારે 6:45 વાગ્યાના અરસામાં રામદેવપીર મંદિર સામે બની હતી. ટ્રકના પાછળના પૈડા નીચે આવી જતાં બાળકને કમરથી નીચેના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક મોરબી અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યું હતું. જોકે, સારવાર દરમિયાન હાર્દિક કણસાગરાનું કરુણ મોત થયું હતું.
આ બનાવ અંગે મૃતક બાળકના દાદા ભુપતભાઈ મગનભાઈ કણસાગરા (ઉં.વ. 54) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટ્રક નંબર GJ 3 AT 2379 ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

