HomeGujaratCentral Gujaratવડોદરાના જરોદ ગામની હાઈસ્કૂલમાં શિક્ષકે 13 વર્ષની છાત્રા સાથે શારીરિક અડપલા કર્યાનો...

વડોદરાના જરોદ ગામની હાઈસ્કૂલમાં શિક્ષકે 13 વર્ષની છાત્રા સાથે શારીરિક અડપલા કર્યાનો આરોપ

વડોદરા જિલ્લાના જરોદ ગામની હાઈસ્કુલમાં અભ્યાસ કરતી એક 13 વર્ષની છાત્રા સાથે શાળાના શિક્ષકએ શારરિક અડપલા કર્યા હોવાની ગંભીર ઘટના સામે આવતા શિક્ષણ સમાજ પરિવાર એકવાર શર્મસાર થયું છે 40 વર્ષના શીક્ષકે દીકરી જેવડી ઉમરની છાત્રા સાથે ગભીર કૃત્ય કરતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો બનાવ બાદ છાત્રાના  પરિવાર જનો દ્વારા  પોલીસ મથકમાં ફરિયાદ નોધાવની તજવીજ હાથ ધરી છે

વડોદરા જિલ્લાના વાઘોડિયામાં આવતી જરોદની સરકારી હાઇસ્કૂલમાં ગણિતવિષય નો અભ્યાસ કરાવતા  પ્રગ્નેશકુમાર વિઠ્ઠલભાઈ પટેલ નામના 40 વર્ષીય આ શિક્ષકના વિરુદ્ધ વિદ્યાર્થિના પિતાએ  પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે,ગત. 3 ડિસેમ્બર, 2025ના બપોરે 1:30થી 2 વાગ્યા દરમિયાન રિસેસના સમયે તેમની દીકરી પ્રિન્સિપાલ ઓફિસ પાસે લોબીમાં સહેલીઓ સાથે ઊભી હતી. તે વેળાએ આરોપી શિક્ષકે ખરાબ ઇરાદે તેના બરડાના ભાગે હાથ ફેરવીને છેડતી કરી હતી. તેની સાથે જ અગાઉ રક્ષાબંધનના એક દિવસ પહેલાં વિદ્યાર્થિની રાખડીઓ બનાવતી હતી, ત્યારે આરોપીએ તેના બંને હાથ પકડીને પણ અયોગ્ય વર્તન કર્યું હતું. આ બાબતે વિધાર્થીનીના પિતાએ પોતાના સગાઓ સાથે મળીને શાળાના આચાર્ય પાસે ફરિયાદ કરી હતી. આચાર્યએ સોમવારે શાળા સમિતિની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરીને પગલાં લેવાનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ ફરિયાદીને શાળા વ્યવસ્થા કે સમિતિ પર વિશ્વાસ ન હોવાથી તેમણે સીધેસીધું જરોદ પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ નોંધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW