HomeGujaratમોરબીના લગધીરપુર રોડ પર મોટર રીવાઇન્ડીંગની દુકાનમાંથી રૂ.1.98 લાખના મુદામાલની ચોરી

મોરબીના લગધીરપુર રોડ પર મોટર રીવાઇન્ડીંગની દુકાનમાંથી રૂ.1.98 લાખના મુદામાલની ચોરી

મોરબીના કેનાલ રોડ રામકો બંગ્લો પાછળ આવેલ તુલસી શ્યામ એપાર્ટમેન્ટમાં રહેતા મનીષભાઇ રામજીભાઈ મેરજાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીએ ફરીયાદી મનીષભાઇની લગધીરપુર રોડ પર પટેલ ચેમ્બર કોમ્પલેક્ષમા દુકાનમાં સટર ઉચકાવી સટર નીચેથી દુકાનમા પ્રવેશ કરી દુકાનમા રાખવામા આવેલ ઇલેકટ્રીક મોટર રીપેરીંગ માટે લાવેલ આશરે 280 કિલો જેટલો નવો કોપરનો વાયર કિ.રૂ. 1,11,500 સબમશીબલ મોટરનો નવો વાયર આશરે 100 કિલો જેની કિ.રૂ. 39,700, કોપરનો ભંગાર (વાયર) આશરે 60 કિલો જેટલો જેની કિ.રૂ. 20,000, રીપેરીંગમા આવેલ ઇલેકટ્રીક મોટરની બોડિ નંગ.12 જેની કિ.રૂ. 12,000, એક ઇલેકટ્રીક પાવર ટ્રાન્સફર કરવા અંગેનુ ટ્રાન્સફોર્મર જેની કિ.રૂ. 5000, દુકાનમા લગાવામા આવેલ સી.સી.ટી.વી. કેમેરા તેમજ કેમેરાનુ રેકોડીંગ થતુ એન.વી.આર. સહિતનો સેટ જેની કિ.રૂ. 10,000 જે મળી કુલ કિમત રૂ. 1,89,200ના માલસામાનની કોઇ ઇસમો ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW