HomeGujaratપેટ્રોલ ડીઝલના ભાવમાં થશે મોટો ઘટાડો, જો આવું થયું તો સસ્તુ થશે...

પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે મોટો ઘટાડો, જો આવું થયું તો સસ્તુ થશે ફ્યુલ

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે માટે ભારતની ઈંધણ કંપનીઓ પણ ઈંધણની કિંમતોમાં રાહત આપી શકે તેવી સંભાવના છે. કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો એ પછી બાદથી રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. ઘણા રાજ્યોમાં વેટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઈંધણના ભાવ રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ હજુ થોડા દિવસો સુધી નીચા રહેશે તો જ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે સ્થાનિક છૂટક કિંમતો 15-દિવસની ‘રોલિંગ’ સરેરાશના આધારે નક્કી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતોમાં સતત ઘટાડા પછી જ અહીં કિંમતમાં ઘટાડો થવાની ધારણા છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓ.ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL) દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરે છે. વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ નવેમ્બરમાં (25 નવેમ્બર સુધી) લગભગ 80-82 ડોલર પ્રતિ બેરલની રેન્જમાં રહ્યા છે. શુક્રવારે કાચા તેલની કિંમતમાં પ્રતિ બેરલ લગભગ 4 ડોલરનો ઘટાડો થયો હતો. તે પછી, બ્રેન્ટ ફ્યુચર્સમાં વેચવાથી તેની કિંમત 6 ડોલર અને લંડનના ICEમાં 72.91 ડોલર પ્રતિ બેરલ પર બંધ થઈ. સૂત્રોએ જણાવ્યું કે આ કોવિડના નવા સ્વરૂપ ઓમિક્રોમ દ્વારા સર્જાયેલા ડરની તાત્કાલિક પ્રતિક્રિયા હોવાનું જણાય છે.

Petrol, Diesel price today: Petrol rates cut by 20 paise; diesel becomes  cheaper| Check rates - Business News

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો. ઉલ્લેખનીય છે કે દેશના મોટાભાગના હિસ્સામાં પેટ્રોલ અને ડીઝલના દરો પણ રેકૉર્ડ સ્તરે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. તમને જણાવી દઈએ કે દેશમાં ઓટો ઈંધણની કિંમતો સ્થાનિક વેટ અને નૂર શુલ્કના આધારે દરેક રાજ્યમાં બદલાય છે. આ સિવાય કેન્દ્ર સરકાર ઓટો ઈંધણ પર એક્સાઈઝ ડ્યુટી વસૂલે છે. ઈંધણ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ચમાર્ક ઈંધણની સરેરાશ કિંમત અને વિદેશી વિનિમયના દરોના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW