HomeGujaratમોડાસાથી નવજાત બાળકને અમદાવાદ લઇ જતી એમ્બ્યુલન્સમાં આગ, પિતા પુત્ર સહીત 4...

મોડાસાથી નવજાત બાળકને અમદાવાદ લઇ જતી એમ્બ્યુલન્સમાં આગ, પિતા પુત્ર સહીત 4 ના મોત

અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણાસૈયદ ચોકડી પાસે સોમવારે મોડીરાત્રે એક અત્યંત કરુણ દુર્ઘટના બની છે. ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલપંપની સામેથી પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી, જેમાં સારવાર માટે લઈ જવાતા નવજાત સહિત લોકો જીવતાં ભડથું થઈ ગયા હતાં. અમદાવાદ તરફ જતી આ બર્નિંગ એમ્બ્યુલન્સના સીસીટીવી પણ સામે આવ્યા છે.

પ્રાપ્ત પોલીસસૂત્રોની માહિતી મુજબ મહીસાગર જિલ્લાના લુણાવાડાના રહેવાસી જિજ્ઞેશભાઈ મહેશભાઈ મોચીના તાજા જન્મેલા બાળકને વધુ સારવાર માટે મોડાસાની રિચ હોસ્પિટલથી અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ ખાતે લઈ જતાં હતાં, ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. એમાં એમ્બ્યુલન્સના પાછળના ભાગમાં બેઠેલા ચાર લોકો સળગી જતાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે આગળની સીટમાં બેઠેલા દર્દીના કાકા અને દાદી તથા એમ્બ્યુલન્સના ડ્રાઈવર દાઝી ગયાં હતાં.

ગઈકાલે રાતે મોડાસાથી અમદાવાદ હાઈવે જાય છે, બાયપાસ. ત્યાં મોડાસા ટાઉનથી બે-એક કિલોમીટર દૂર એક એમ્બ્યુલન્સ જે ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદથી આવેલી અહીંયા. તાજું જન્મેલું બાળક લુણાવાડાથી લઈને એનો પરિવાર લઈ અમદાવાદ રીફર કરેલું હતું. અમદાવાદ લઈ જઈ રહ્યાં હતાં. એ દરમિયાન કોઈપણ કારણસર, ટેક્નિકલ પણ હોય કે બીજું કોઈપણ કારણ હોય, જેથી પાછળની જગ્યાએ આગ લાગી, પાછળ જે ચાર લોકો બેઠા હતા એમની ઓન ધી સ્પોટ ડેથ થઈ છે. આગળ બેઠા હતા એ ત્રણેય જણ ઈન્જર્ડ છે. ટોટલ સાત લોકો એમ્બ્યુલન્સમાં સવાર હતા. આગળની પોલીસની તપાસની કાર્યવાહી ચાલુ છે. તેમ અરવલ્લી SP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW