HomeGujaratમોરબી જિલ્લાના બે આરોગ્ય કેન્દ્રને 12 સર્વિસ પેકેજના નોમ્સ પૂર્ણ કરવા બદલ...

મોરબી જિલ્લાના બે આરોગ્ય કેન્દ્રને 12 સર્વિસ પેકેજના નોમ્સ પૂર્ણ કરવા બદલ રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણ પત્ર મળ્યું

કેંન્દ્ર સરકાર દ્વારા મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા  બે આયુષ્માન આરોગ્ય મંદિરોને 12 સર્વિસ પેકેજ માં જરૂરી નોમ્સ પૂર્ણ કરવા બદલ રાષ્ટ્રીય કક્ષાનું NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે.આ સિધ્ધિ જિલ્લામાં આરોગ્ય સેવાઓની ગુણવતા અને પ્રભાવશીલતા પ્રદર્શિત કર્યું છે 

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેંદ્ર – નેક્નામ હેઠળના આયુષ્માન આરોગ્ય મંદિર – હમીરપર અને રોહિશાળા માં કેંદ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ નેશનલ એસેસરો દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિરો દ્વારા આપવામાં આવતી વિવિધ આરોગ્ય સેવાઓ જેવી કે પ્રાથમિક આરોગ્ય ચકાસણી, માત્રુત્વ સેવાઓ જેમ કે ગર્ભવતી મહિલાઓ માટે સક્રિય દેખરેખ અને સલાહ તેમજ બાળ અને શિશુ આરોગ્ય સેવાઓ જેમ કે બાળકોના સંપૂર્ણ વિકાસ માટે જરૂરી આરોગ્ય સેવાઓ, કુપોષણ નિવારણ, કુટૂંબ ક્લ્યાણ, કિશોર આરોગ્ય સંભાળ, ચેપી અને બિન ચેપી રોગોનું નિદાન અને સારવાર, ઇમરજન્સી આરોગ્ય સેવાઓ, માનસિક આરોગ્ય અને તણાવ નિયંત્રણ માટે માર્ગદર્શન, આયુષ & યોગ પધ્ધતીઓ દ્વારા આરોગ્ય સેવાઓ, શાળાના બાળકો માટે આરોગ્ય ચેક અપ અને સારવાર વગેરે માટે નિયમિત ગુણવતા ચકાસણી,દર્દી કેંદ્રીત સેવાઓની ઉપ્લબ્ધ્તાઓ,સ્ટાફની કામગીરી અને આ બાબતે જાણકારી અને અન્ય તમામ માપદંડોની ચકાસણી કરવામાં આવેલ.જેમાં ટંકારા તાલુકાના હમીરપર – 95.25%, અને રોહિશાળા – 92.38% સાથે રાષ્ટ્રીય કક્ષાનું NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે.

મોરબી જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો.હાર્દિક રંગપરિયાએ જણાવેલ કે આ સિધ્ધિ આરોગ્ય કેંદ્રોમાં સારા મેનેજમેન્ટ, સુસજ્જ સુવિધાઓ અને સમર્પિત આરોગ્ય કર્મચારીઓની મહેનતનું પરિણામ છે અને ભવિષ્યમાં પણ મોરબી જિલ્લાના અન્ય વધુ આયુષ્માન આરોગ્ય મંદિરો નેશનલ લેવલે પ્રમાણીત થાય તે માટે કાર્યવાહી ચાલુ છે. આ આનંદના માહોલમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે.શ્રીવાસ્તવે તમામ સ્ટાફને શુભેચ્છઓ પાઠવીને જણાવેલ કે આગામી સમયમાં વધુ આરોગ્ય કેંદ્રો આ સ્તર સુધી પહોંચે તે માટે કાર્ય કરવા માટે પ્રતિબધ્ધ્તા વક્ત કરી છે.

આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી એન.એસ.ગઢવી દ્વારા જિલ્લા આરોગ્ય તંત્ર અને ટંકારા  તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારી ડો.ડી.જી.બાવરવા તથા મેડિકલ ઓફિસર ડો.ઇશા બગડાઇ તથા આયુષ્માન આરોગ્ય મંદિર – હમીરપર અને રોહિશાળાના તમામ સ્ટાફ્ને આ સિધ્ધી બદલ શુભેચ્છાઓ પાઠવી અને જણાવેલ કે આરોગ્ય ક્ષેત્રે વધુ સુધારણા કરી અને આ પ્રકારના ગુણવતા માપદંડો પ્રાપ્ત કરે તે માટે સરકાર અને આરોગ્ય તંત્રના સંયુક્ત પ્રયત્નો સતત ચાલુ રહેશે.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW