મોરબી તાલુકાના લાલપર ગામના ધાર વિસ્તારમાં રહેતા મુન્ના ભાઈ લક્ષમણભાઈ ના ઘરે તેમની ભાણેજ મહેક મનોજભાઈ કેડ મામાના ઘરની બહાર ફળીયામાં દિવાલ પાસે રમત હતી તે વખતે બાજુમાં બંધ પડેલ બોલેરો કાર રજી. નં.જીજે.૦૩.એજેડ.૯૩૦૨ વાળી કોઈ કારણોસર ઢાળમાં ચાલવા લાગી હતી અને ત્યાં આવેલીદિવાલ સાથે અથડાઈ હતી જે દિવાલ ધડાકા સાથે તૂટી પડી હતી ત્યાં રમતી મહેક પર દીવાલ નો કાટ માળ તૂટી પડતા શરીર તથા માથાના ભાગે ઈજા ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી
બનાવ અંગે મૃતક બાળકીના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

