HomeGujaratમોરબી જિલ્લા પાટીદાર સમાજનું નવા વર્ષનું સ્નેહમિલન તા.05 નવેમ્બરના રોજ ઉમા સંસ્કાર...

મોરબી જિલ્લા પાટીદાર સમાજનું નવા વર્ષનું સ્નેહમિલન તા.05 નવેમ્બરના રોજ ઉમા સંસ્કાર ધામ ખાતે યોજાશે

મોરબી: શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ-મોરબી દ્વારા દરેક નવા વર્ષનું છાત્રાલય ખાતે સમાજના સ્નેહમિલનનું આયોજન થતું રહ્યું છે, હવે તે રીતે દરેક નવા વર્ષનું પાટીદાર સમાજનું સ્નેહમિલન ચાલુ વર્ષથી આપણી સંસ્થા “ઉમા સંસ્કારધામ” ખાતે માં ઉમિયાજીના સાનિધ્યમાં માતાજીના પાટોત્સવના દિવસે એટલે કે દર વર્ષ કારતક સુદ પૂનમના રોજ સાંજે 5 કલાકે યોજવામાં આવશે.

જે આયોજનમાં મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનો ગુજરાત સરકારના પ્રધાનમંડળમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારના રાજ્ય ક્ક્ષાના મંત્રી તરીકે સમાવેશ થતા પાટીદાર સમાજ દ્વારા ગૌરવ સન્માન કાર્યક્રમ યોજાશે. જે બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમજ અંતમાં ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરાયું છે. આ સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લના તમામ પાટીદારોને આમંત્રણ પાઠવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW