મોરબીના લીલાપર રોડ પર પાજરાપોળની સામે ન્યુ વરીયા પ્રજાપતી નળીયાના કારખાનાની ઓરડીમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરમાં વતની સંજનાબેન જીતેશભાઇ સીતાપરા નામની સગીરાએ ગઈકાલના રોજ સવારના નવેક વાગ્યાના અરશામાં ન્યુ વરીયા પ્રજાપતી નળીયાના કારખાનાની ઓરડીમાં કોઇ કારણસર ગળેફાંસો ખાઇ લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવી હતી. આ બનાવ અંગે સીટી એ-ડિવિઝન પોલીસે તેના મુત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

