રાજ્યના સૌથી વ્યસ્ત એવા અમદાવાદ ઇન્ટર નેશનલ એરપોર્ટ પર પીક અપ અને ડ્રોપ માટે ની સમય મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં એરપોર્ટ ઓથોરીટી દ્વારા મુસાફરોને તેમના વાહનમાંથી ઉતરવા કે બેસાડવા માટેની સમય મર્યાદા 15 મિનીટ થી ઘટાડી માત્ર 8 મિનીટ જ કરવામાં આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે એરપોર્ટ મેનેજમેન્ટ કરનાર એજન્સી દ્વારા કરાયેલ અયોગ્ય છે ત્યારે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના મેહુલ ગાંભવા દ્વારા સીએમ ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી અને નાગરિક ઉડ્યન મંત્રી રાજલ મિતલ તેમજ એરપોર્ટ ઓથીરીટીને પત્ર લખી 15 મિનીટનો પીક અપ અને ડ્રોપનો સમય યથાવત રાખવા માંગણી કરી છે.

